સમગ્ર ગુજરાતનાં શિક્ષણ જગતને શર્માનાક કરતી રાજકોટ જિલ્લામાં ઘટના બની છે. જેમાં જસદણના આંબરડી ખાતે આવેલી જીવનશાળા હોસ્ટેલના ગૃહપતિ તેમજ આચાર્યએ સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઈ છે. ગુરૂની ગરિમાને લાંછન લગાડનાર ગૃહપતિ કિશનભાઈ ગાંગળિયાએ સગીર સાથે અભદ્ર કૃત્ય કરતા ભોગ બનનારે આચાર્યને રજૂઆત કરી હતી. ત્યારે ગૃહપતિને અટકાવવાને બદલે આચાર્ય રત્ના રાઘવાણી પણ આ કુકર્મમાં સામેલ થઈ ગયો હતો. જોકે સગીરે પોતાના પરિવારને જાણ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જસદણ પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બંનેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયા ના મત વિસ્તારમાં આંબરડીમાં જીવનશાળા હોસ્ટેલ આવેલી છે. જેના ગૃહપતિ કિશન ગાંગળિયાએ અહીં રહેતા 14 વર્ષીય સગીર વિદ્યાર્થીને જર્જરિત રૂમમાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતું. જેને લઈને ભોગ બનનારે આ મામલે આચાર્ય રત્ના રાઘવાણીને રજૂઆત કરી હતી. જોકે આ અંગે ગૃહપતિ સામે કાર્યવાહી કરવાને બદલે આચાર્ય પણ આ કુકર્મમાં ગૃહપતિ સાથે સામેલ થઈ ગયો હતો. જેને લઈને ભોગ બનનારે પોતાના પરિવાર સમક્ષ આ વ્યથા ઠાલવતા પરિવાર ચોંકી ઊઠ્યો હતો. અને સમગ્ર મામલે જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.