અમદાવાદ
જીગ્નેશ મેવાણીની આસામ પોલીસે કેમ ધરપકડ કરી ?
આસામ પોલીસે વડગામ ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની એક ટ્વીટ ને લઇ ધરપકડ કરી છે તેઓ ને અત્યારે રેલવે ના માધ્યમ થી આસામ લઇ જવાશે જ્યાં તેમની પૂછપરછ કરવા માં આવશે તેમના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને ઉદ્દેશી ને ટ્વીટ કરવા માં આવ્યું હતું તેમની વિવાદાસ્પદ ટ્વીટ ને કારણે ધરપકડ કરાઈ છે ત્યારે સમગ્ર મામલો શું છે તે જાણીએ
વડગામ ના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી નું ટ્વીટ
જાણીતા અર્થશાસ્ત્રી હેમંત શાહે જીગ્નેશ મેવાણી એ હિન્દી માં કરેલ ટવીટ નું ગુજરાતી માં ભાષાંતર કર્યું છે તે આ પ્રમાણે છે
ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડ આસામની પોલિસ દ્વારા થઈ. કારણ આપવામાં આવ્યું તેની એક ટ્વીટ. આ છે તેની હિન્દી ટ્વીટનું ગુજરાતી:
“ગોડસેને પોતાના આરાધ્ય દેવ માનનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૦મી તારીખથી ગુજરાતના પ્રવાસે છે. તેમને અપીલ કરું છું કે ગુજરાતમાં હિંમતનગર, ખંભાત અને વેરાવળમાં જે કોમી તોફાનો થયાં તેની સામે શાંતિ અને એખલાસની અપીલ કરે. મહાત્મા મંદિરના નિર્માતા પાસેથી આટલી આશા તો રાખી શકાય ને?” જાણીતા અર્થશાસ્ત્રી હેમંત શાહે તેવો સવાલ ઉઠાવ્યો છે
લો બોલો, એક ધારાસભ્ય દેશના વડા પ્રધાન પાસેથી તેઓ શાંતિની અપીલ કરે એટલી પણ અપેક્ષા ન રાખી શકે? આટલું વાણી સ્વાતંત્ર્ય અને આટલી અભિવ્યક્તિની સ્વતંત્રતા પણ દેશમાં બાકી બચી નથી!
લાગે છે કે “ગોડસેને પોતાના આરાધ્ય દેવ માનનારા” એવું જે લાંબું વિશેષણ મોદી માટે વાપરવામાં આવ્યું છે તેની સામે વાંધો લાગે છે આસામની સરકારને.
અહીં “ગોડસે”નો અર્થ મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસે જ હોય ને. હવે નથુરામ ગોડસે મોદીના આરાધ્ય દેવ છે કે નહિ તે તો મોદીએ પોતે કહેવાનું હોય, ભાજપની કોઈ રાજ્ય સરકારે નહિ.
આસામની પોલિસ મોદી સરકારના કહ્યા વિના કશું આવું પગલું ભરે તે તો આજના માહોલમાં માની શકાય તેમ નથી. ઈરાદો એ લાગે છે કે જીગ્નેશને આસામના ધક્કા ખાતો કરી દેવો કે જેથી ગુજરાતમાં એ વિધાનસભાની ચૂંટણી સમયે ઝાઝો પ્રચાર કરી શકે જ નહિ. રાજકીય વિરોધીઓ પર પોલિસ કેસ ઠોકી દેવા એ ભાજપની સરકારોની રીતરસમ છે.
આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. કોણ કેટલો કેવી રીતે એ ઉજવે છે તે આ અને આના જેવી અનેક ઘટનાઓથી આસાનીથી સમજી જવાય છે.
જાણીતા અર્થશાસ્તી હેમંત શાહે જીગ્નેશ મેવાણી ની આસામ પોલીસે કરેલી ધરપકડ ને લઇ ને અનેક સવાલો ઉઠાવ્યા છે સોશિયલ મીડિયા માં તેનો જવાબ આપવા ને બદલે કોના ઈશારે જીગ્નેશ મેવાણી ની ધરપકડ કરાઈ તે સમજી શકાય તેવી વાત છે તેમણે ગર્ભિત રીતે ઈશારો કર્યો છેજોકે તેમણે સીધું નામ લખવા નું ટાળ્યું છે