ચંદ્રકાંત પાટીલે કોને કહ્યા ઠગ-તો આપે શુ આપ્યો જવાબ
ગુજરાતમાં ચૂટણી છે,,ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ એક જિલ્લામાં એક દિવસ કાર્યક્રમો કરી રહયા છે, તેઓ શનિવારે સુરતમાં હતા,
જ્યાં તેઓએ ગુજરાતના મતદારોને ગુજરાતમા આવતા ઠગથી સાવધાન રહેવાનુ કહ્યુ,આમ તો તેઓએ નામ ન લીધુ, પણ માનવામાં આવે છે કે
તેઓ ઠગ શબ્દનો ઉપયોગ અરવિંદ કેજરીવાલ માટે કરી છે,, ત્યારે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યુ છે કે ભાજપ હવે ડરી ગઇ છે પરિણામે આવા નિચલા સ્તરના નિવેદનો આપી રહી છે
ગુજરાતમાં ભાજપ 182 સીટો જીતવા માટે મહેનત કરી રહ્યો છે, અને વિજય રથના સારથી આ વખતે પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ છે, તેઓ હાલ એક જિલ્લો એક દિવસ અભિયાનમાં લાગેલા છે,
ત્યારે તેઓ સુરત પહોચ્યા હતા, જ્યાં તેઓએ જણાવ્યુ છે કે સુરતમાં જિલ્લો મજબુત છે, અહી ભાજપને કોઇ હરાવી શકે નહી, સાથે સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ પાસે અનેક નવા વિચારો હોય છે
આ વિચારો પ્રદેશ સુધી પહોચે તેવી વ્યવસ્થા કરાઇ છે
તેઓએ વધુમાં કહ્યુ છે, આમ આદમી પાર્ટીની વિચારધારા ખાલીસ્તાની છે, જ્યારે સ્થાનિક બીટીપી પાર્ટી પણ નેગેટીવ વિચારધારા ધરાવે છે, ગુજરાતની જનતાને ખબર છે કોગ્રેસ અને આરજેપી પહેલા પણ ગઠબંધન
કરી ચુક્યા છે, અને ગુજરાતની જનતાએ ઘણુ બધુ ભોગવ્યું છે, પરિણામે હવે આવા લોકોને ગુજરાતના મતદારોને ચેતવી લેવાની જરુર છે, સાથે ગુજરાતમાં એક ઠગ આવી રહ્યા છે, તેમનાથી ગુજરાતની જનતાએ
સાવધાન રહેવાની જરુર છે, જ્યારે તેમને પુછાયુ કે તેઓએ ઠગ કોને કહ્યા,,તો પાટીલે કહ્યુ છે લોકોને ખબર છે,
બીજી બાજુ આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ અંગે તિખી પ્રતિક્રીયા આપી છે, તેઓએ જણાવ્યુ છે કે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની એન્ટ્રી થી ગુજરાત ભાજપના તમામ નેતાઓ ડરી ગયા છે,
જેથી આવા નિચલા સ્તરના શબ્દો કરી રહ્યા છે, ભાજપ ગુન્ડા અને લફંગાઓની પાર્ટી છે, ત્યારે ગુજરાતની જનતા તેમને આ વખતે બતાવશે ઠગ કોણ છે અને લફંગાઓ અને ગુડાઓ કોણ છે,