ગુજરાતના G23એ માગ્યો રાહુલ ગાંધીને મળવા સમય, લખ્યો પત્ર
કોગ્રેસમાં જે રીતે રાષ્ટ્રિય સ્તરે જી 23 નેતાઓની સમિતિ છે જેમા વરિષ્ઠ નેતાઓ હમેશાથી કોગ્રેસની કામગીરી સામે સવાલો ઉઠાવતા રહ્યા છે, જેમાં ગુલામ નબી આઝાદ, કપીલ સિબ્બલ સહિતના વરિષ્ઠ નેતાઓ એછે
જેવી રીતે હવે ગુજરાતમાં જી 23 ધારાસભ્યોના એક જુથે રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે પત્રમાં તેઓએ ઉલ્લેખ કર્યો છે કે તેઓ રુબરુ મળીને ખેડુતોના પ્રશ્નો, બોરોજગારી, પક્ષમાં ચાલતી જુથબંધી અને આગામી ચુનાવી રણનિતિ વિશે ચર્ચા કરવા માગે છે,,
ગુજરાત કેવી રીતે જીતાશે
દેશમાં પાચ રાજ્યોના ઇલેક્શનમાં જે રીતે કોગ્રેસની ભુંડી હાર થઇ છે,,તેનાથી કોગ્રેસની નેતાગીરી સહિત કોગ્રેસી કાર્યકર્તાઓમાં નિરાશા વ્યાપી છે, આમા તો થોડા દિવસ પહેલા ગુજરાત કોગ્રેસની ચિન્તન શિબિરમાં રાહુલગાંધીની હાજરી અને દ્વરાકા સંકલ્પ પત્ર પણ રજુ કરાયો હતો,
છતાં જે રીતે કોગ્રેસ છોડીને નેતાઓ ભાજપમાં જઇ રહ્યા છે તે ગુજરાત કોગ્રેસ માટે ચિન્તાનો વિષય છે, તે સિવાય આમ આદમી પાર્ટીનો ઉદય થી પણ કોગ્રેસ નેતાઓ મુંઝવણ અનુભવી રહ્યા છે પરિણામે ગુજરાત કોગ્રેસના 23થી ધારાસભ્યોએ રાહુલ ગાંધીને સામુહિક પત્ર લખ્યો છે,
પત્રમાં તેઓએ 2022 વિધાનસભા ઇલેક્શનને લઇને નકકર રણનિતિ, આપ સામે ટકવાની રણનિતીની ચર્ચા કરશે સાથે પક્ષમાં ચાલતા વિવાદો અને વાંધા વચકા અંગે ચર્ચા કરવા માંગે છે,જરુર પ્રમાણે નિશ્ચિત નેતાઓને અત્યારથી જવાબદારી સોપવામાં આવે તેવી માંગ કરી શકાય છે,
આ આંગે લલીત વસોયા કહી ચુક્યા છે કે તેઓએ પત્ર લખ્યો છે,અને ગુજરાતની વર્તમાન સ્થિતિ અંગે રાહુલ ગાંધીને માહિતગાર કરવામાં આવશે
2017ની જેમ માહોલ કેવી રીતે બનશે,
જે ધારાસભ્યોએ પત્ર લખ્યો છે,,તેમાં કિરીટ પટેલ, લલીત વસોયા, લલીત ચાવડા, સીજે ચાવડા, બળદેવજી ઠાકોર, ચંદનજી ઠાકોર, રધુ દેસાઇ વિગેરે પ્રમુખ છે, આમાની સાથે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિધાનસભાના વિપક્ષના નેતા રાઠવા પણ હાજરી આપશે,
લલીત કગથરાએ પણ સ્વિકાર્યુ હતુ કે જ્યારે રાહુલ ગાંધી દ્વારકા આવ્યા હતા ત્યારે તેમને મળી શકાયુ ન હતુ, 2022માં વિધાનસભા ઇલેક્શન કઇ રીતે જીતવી તેને લઇને રણનતિ અંગે ચર્ચા કરવામાં આવશે પણ સાથે પક્ષ કો વિભિષણ છે તે અંગે ચર્ચા કરાશે,
સાથે 2017માં પાટીદાર અનામત આદોલનના કારણે કોગ્રેસને ફાયદો થયો હતો પણ અત્યારે એવી કોઇ હવા નથી, ઉલ્ટુ પાચ રાજ્યોમાં કોગ્રેસનો સફાયો થવાથી ગુજરાતમાં કાર્યકર્તાઓ નિરાશ છે,