ગાંધીનગર

સરકારી યુનિવર્સિટીઓની સાથે વધુ ૧૧ ખાનગી યુનિવર્સિટીઓને અપાઇ મંજુરી- શિક્ષણ મંત્રી  જીતુભાઈ વાઘાણી

Published

on

રાજ્યના યુવાનોને વિશ્વકક્ષાનું ગુણવત્તાયુકત શિક્ષણ સરકારી યુનિવર્સિટીઓની સાથે વધુ ૧૧ ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ઘર આંગણે મળતું થશે : શિક્ષણ મંત્રી  જીતુભાઈ વાઘાણી
……………….
૨૦૩૦ સુધીમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો પ૦ ટકા સુધી લઇ જવાની નવી શિક્ષણ
નીતિના આયોજનમાં આ ખાનગી યુનિવર્સિટીઓ પણ સમકક્ષ-પૂરક બનશે

 

………………
જીતુભાઈ વાઘાણી :
• ગાંધીનગર, જુનાગઢ, અમદાવાદ, પાટણ, સુરત, ખેડા અને ભાવનગર જિલ્લામાં ૧૧ ખાનગી યુનિવર્સિટીઓ કાર્યરત થશે
• ૨૦૦૨માં ૧૧ યુનિવર્સિટીઓના સ્થાને આજે રાજ્યમાં સેકટર સ્પેસીફિક યુનિવર્સિટીઓ સહિત ૯૧ યુનિવર્સિટીઓ ગ્લોબલ એજ્યુકેશન આપી રહી છે
• રાજ્યના યુવાનોને ઉચ્ચ શિક્ષણ મેળવવા મોંઘીદાટ ફી ભરીને ગુજરાત બહાર ક્યાંય જવું નહિ પડે અને ઘરઆંગણે જ વર્લ્ડ કલાસ એજ્યુકેશન મળી રહેશે
• ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ૨૦૨૨ વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર

નર્મદા  યોજના  ની કલ્પના સરદારની હતી નેહરુની નહોતી -નીતિન પટેલ

Advertisement

છ એપ્રિલ ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપનુ થઇ શકે છે શક્તિ પ્રદર્શન !

આમ આદમી પાર્ટી બીજેપી અને કોગ્રેસને આપી શકે છે મોટો ઝટકો !

 


……………
શિક્ષણ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ૨૦૨૨ પરની ચર્ચામાં સહભાગી થતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતના વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિ અનુરૂપ વિશ્વકક્ષાનું ગુણવત્તાયુકત અને સમયની માંગ આધારિત ઉચ્ચ શિક્ષણ પુરૂં પાડવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આ રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજ્યમાં સરકાર સંચાલિત યુનિવર્સિટીઓને પૂરક બનીને ખાનગી યુનિવર્સિટીઓ પણ ક્વોલિટી એજ્યુકેશન આપવામાં કસોટીની એરણે ખરી ઉતરી છે. એટલું જ નહિ, રાજ્યના યુવાનોને ગુજરાત બહાર કયાંય ઉચ્ચ શિક્ષણ મેળવવા મોંઘીદાટ ફી ભરીને જવું ન પડે અને ઘરઆંગણે જ વર્લ્ડ કલાસ એજ્યુકેશન આપીને ગુજરાતને એજ્યુકેશનલ હબ બનાવવાના નિર્ધારમાં પણ આવી યુનિવર્સિટીઓ સ્પર્ધાત્મક શિક્ષણ પુરૂં પાડી રહી છે.

છ એપ્રિલ ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપનુ થઇ શકે છે શક્તિ પ્રદર્શન !

આમ આદમી પાર્ટી બીજેપી અને કોગ્રેસને આપી શકે છે મોટો ઝટકો !

Advertisement

શિક્ષણ મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ દેશની એજ્યુકેશન સિસ્ટમમાં સમયાનુકૂલ બદલાવ લાવવા ગહન વિચાર મંથન બાદ નવી શિક્ષણ નીતિ જાહેર કરીને તેનો અમલ શરૂ કરાવ્યો છે. આ નીતિના આયોજનમાં વર્ષ ૨૦૩૦ સુધીમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ૫૦ ટકા સુધી લઇ જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ગુજરાતમાં હાલ ધોરણ-૧૨ પછી કોલેજમાં પ્રવેશની જે ટકાવારી છે તેને નવી શિક્ષણ નીતિ મુજબ ૫૦ ટકાએ પહોચાડવા શિક્ષણનો વ્યાપ વિસ્તારવો આવશ્યક છે. આ હેતુસર જ્ઞાન-વિજ્ઞાનની આ ૨૧મી સદીમાં ગુજરાતને અદ્યતન અને સમયાનુકૂલ શિક્ષણમાં દેશમાં અગ્રેસર રાખવા રાજ્ય સરકારની યુનિવર્સિટીઓ ઉપરાંત ખાનગી યુનિવર્સિટીઓનું પ્રદાન પણ એટલું જ આવકાર્ય છે.

મંત્રી વાઘાણીએ કહ્યુ કે, આપણી સરકારી, ગ્રાંટ-ઇન-એઇડ કોલેજોમાં ગત વર્ષે વર્ગદીઠ મહત્તમ સંખ્યા ૧૭૦ થી ૧૮૦ આપવી પડી હતી. જે સારા શિક્ષણ માટે ઉચિત ન હતી. આ ભારણ ઘટાડવા માટે પણ ખાનગી યુનિવર્સિટીઓની આવશ્યકતા છે.

શિક્ષણ મંત્રીએ ઉમેર્યુ કે, વિકાસના રોલ મોડેલ બની ગયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ સમયથી બે કદમ આગળ ચાલી વિશ્વની સ્પર્ધામાં ઊભા રહી શકે તેવી નેમ સાથે આ સુધારા વિધેયક દ્વારા વધુ ૧૧ ખાનગી યુનિવર્સિટીઓ રાજ્યમાં કાર્યરત કરવાની સુગમતા થઇ છે. વિધાનસભા ગૃહમાં આજે પસાર થયેલા ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ર૦રરને પરિણામે હવે રાજ્યમાં નવી ૧૧ ખાનગી યુનિવર્સિટીઓ ઉમેરાશે.

 

મંત્રીએ વધુમાં કહ્યુ કે, ખાનગી યુનિવર્સિટીઓ ઊંચી ફી વસૂલ કરે છે. ગુણવત્તાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય પરંતુ ગુણવત્તાયુક્ત શિક્ષણ નથી અથવા તે એવી સંસ્થા છે જે વિદ્યાર્થીઓના વિકાસ અને વિકાસને બદલે નફા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પ્રકારના ખ્યાલ બદલવાની જરૂર છે. ખાનગી યુનિવર્સીટીમાં ફીનાં ધારાધોરણો માટે સુપ્રિમ કોર્ટના ચુકાદા અન્વયે FRC – Fees Regulations Committee કાર્યરત છે. જે પ્રોફેશનલ કોર્સની ફી નું નિયમન કરે છે. નોન પ્રોફેશનલ કોર્સની ફી માટે સરકાર અવારનવાર ખાનગી યુનિવર્સીટી પાસેથી જાણકારી મંગાવાની સત્તા ધરાવે છે આવા કોર્ષમાં વિવિધ યુનિર્સિટીઓ વચ્ચે હરીફાઇનાં કારણે માંગ પુરવઠાને આધારે મોટાભાગની યુનિવર્સિટીઓમાં ફીનાં ધોરણો દેશની કે પરદેશની યુનિવર્સિટીઓ સાથે સરખાવતા ઓછા છે.

Advertisement

શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં વર્ષ ૨૦૦૨માં ૧૧ યુનિવર્સિટીઝ હતી જે વધીને બાવન(૫૨) ખાનગી યુનિવર્સિટીઓ સાથે અત્યારે ૯૧ યુનિવર્સિટીઓ થઇ ગઇ છે. જેમા હજુ પણ ૧૧ નવી યુનિવર્સિટીનો વધારો થશે.

ગુજરાતમાં હવે રાજનિતિક લડાઇ મરાઠા પાટીલ વર્સીસ ગુજરાતી પટેલ વચ્ચે બનવાના એંધાણ !

 

આ યુનિવર્સિટીઓમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીથી માંડીને રક્ષાશક્તિ, ફોરેન્સીક સાયન્સ અને મરિન યુનિવર્સિટી જેવી સેકટર સ્પેસીફિક યુનિવર્સિટીઓ વિશ્વકક્ષાનું જ્ઞાન ગુજરાતમાં ઘર આંગણે પુરૂં પાડે છે.

ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ૨૦૨૨ના પરિણામે હવે, ગાંધીનગર યુનિવર્સિટી-ગાંધીનગર ઉપરાંત ડKIPS યુનિવર્સિટી-ગાંધીનગર, સ્વામીનારાયણ યુનિવર્સિટી-ગાંધીનગર, ડૉ. સુભાષ યુનિવર્સિટી-જુનાગઢ, નોબલ યુનિવર્સિટી-જુનાગઢ, ટ્રાન્સસ્ટેડીયા યુનિવર્સિટી-અમદાવાદ, અદાણી યુનિવર્સિટી-અમદાવાદ, એમ. કે. યુનિવર્સિટી-પાટણ, વિદ્યાદીપ યુનિવર્સિટી-સુરત, મગનભાઇ અદેનવાલા મહાગુજરાત યુનિવર્સિટી-ખેડા અને લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશન-ભાવનગર એમ વધુ ૧૧ નવી ખાનગી યુનિવર્સિટીઓ રાજ્યમાં શરૂ થશે.

Advertisement

ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ

મંત્રીએ જણાવ્યુ કે, રાજ્યની ઘણી બધી પ્રાઇવેટ યુનિવર્સીટી રેન્કિંગ અને રેટિંગમાં અગ્ર સ્થાન ધરાવે છે. ગુજરાત સ્ટેટ ઇન્સ્ટીટયુશનલ રેટિંગ ફ્રેમવર્ક વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન આર્કીટેક્ચર કેટેગરીમાં સેપ્ટ યુનિવર્સીટી અને ફાર્મસી કેટેગરીમાં ઇન્સ્ટીટયુટ ઓફ ફાર્મસી, નિરમા યુનિવર્સીટીએ ૦૫ સ્ટારમાંથી ૦૫ સ્ટાર મેળવેલ છે. વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન GSIRFમાં યુનિવર્સિટી કેટેગરીમાં પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સીટીએ 73મો ક્રમાંક મેળવ્યો છે. NIRFમાં આર્કિટેક્ચર કેટેગરીમાં સેપ્ટ યુનિવર્સીટીએ ૦૫મો રેન્ક મેળવ્યો છે. એન્જીનીયરીંગ કેટેગરીમાં PDEU એ ૬૮મો, DAIICT એ ૧૦૭મો તથા નીરમા યુનિવર્સીટીએ ૧૫૩મો રેન્ક મેળવ્યો છે. NAAC એક્રેડિટેશનમાં DAIICT ‘A’ ગ્રેડ ધરાવે છે. જે ખાનગી યુનિવર્સિટીએ મેળવેલ સફળતા અને ગુણવત્તાયુક્ત શિક્ષણની નિશાનીઓ છે.

 

ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ૨૦૨૨ વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર થયું હતું.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version