અમદાવાદ

સત્તા કરતા પાર્ટીને સર્વોપરી માનતા ડો અનિલ જોશિયારાની વિદાય,

Published

on

 

સત્તા કરતા પાર્ટીને સર્વોપરી માનતા ડો અનિલ જોશિયારાની વિદાય,

પુર્વ આરોગ્ય પ્રધાન ડો અનિલ જોશિયારાની વસમી વિદાય થઇ છે, તેઓ કોરોનાના શિકાર બન્યા હતા, બે મહિનાથી પહેલા અમદાવાદ અને પછી ચેન્નાઇમાં સારવાર હેઠળ દાખલ કરાયા,
જ્યા તેઓ ફાની દુનિયાને વિવાદ કરી દીધી છે, 24 એપ્રિલ 1953માં તેમનો જન્મ થયો હતો, તેઓએ ડોક્ટર તરીકે અભ્યાસ કર્યો હતો,અને 1995માં તેઓએ રાજકારણમાં પ્રવેશ કર્યો અને 1997 સુધી તેઓ આરોગ્ય પ્રધાન રહ્યા,
, 1998માં તેઓ સ્વર્ગિય ઉપેન્દ્ર ત્રિવેદી સામે હારી ગયા હતા, ત્યારે 2002થી લઇને સતત 2017ના વિધાનસભા સુધી ભીલોડા અજેય રહ્યા હતા.

ભાજપની ઓફરને વારં વાર ઠુકરાવતા જોશિયારા
ભાજપની હમેશાથી રણનિતિ રહી છે કે વિપક્ષના મજબુત, શક્તિશાળી, અને પ્રજામાં જનાધારા ઘરાવતા નેતાઓ જોડવાની,, જેમાં સામ દામ દંડ અને ભેદનો ઉપયોગ કરાય છે,
પણ જોશિયારા નોખી માટીનો માનવી હતા,, જ્યારે જ્યારે તેમને ભાજપે અથવા એમ કહીએ કે તત્કાલિન સીએમ નરેન્દ્રમોદીએ પણ તેમને સત્તા રુપી દાણો ચાપી જોયો હતો,
વર્ષ 2012માં ગુજરાત વિધાનસભાની ચુટણી સમયે ડો અનિલ જોશિયારાને ભાજપમાં જોડવા માટે તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્રમોદીએ વિધાનસભા કાર્યાલયમાં બોલાવીને તેમને
મંત્રીપદની ઓફર આપી હતી, જોકે તેઓએ સવિનય આ ઓફરને ઠુકરાવી દીધી હતી, એમણે એટલુ જ કહ્યુ હતુ કે તમે મારા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા આપો,, મારે કોઇ મંત્રી પદ જોઇતુ નથી, હુ જ્યાં છુ બરાબર છુ
ફરી 2014ની લોકસભાની ચુટણી આવી ત્યારે ફરી વાર નરેન્દ્રમોદીએ તેમને પ્રધાન પદનુ ઇજન આપ્યુ, સાથે સ્થાનિક સામાજીક આગેવાનોનુ પણ દબાણ તેમના ઉપર ભાજપમાં જોડાવવા માટે લાવવામાં આવ્યું
પણ તેમના માટે સત્તા નહી પણ ગાંધીની વિચારધારા સર્વોપરી હતી,

રાજનિતિક ગુરુ સાથે કર્યો બગાવત
રાજ્યસભાની 2017ની ચૂટણી દરમિયાન ગુજરાત કોગ્રેસના સર્વેસર્વા ગણાતા જન્નતનસી અહેમદ પટેલને હરાવવાનો બીડુ જોશિયારાના રાજનિતિક ગુરુ ગણાતા એવા પુ્ર્વ મુખ્ય પ્રધાન શંકર સિહ વાધેલાએ ઝડપ્યુ હતું
વાધેલાએ તત્કાલિન ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ અમિત શાહ સાથે હાથ મિલાવ્યા હતા, તેમનુ મિશન હતું અહેમદ પટેલને બેઆબરુ કરવાનો,,એ સમયે શંકર સિહ વાધેલાની યોજના મુજબ 14 ધારાસભ્યોએ કોગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે,
જેમાં શંકર સિહ વાધેલા, મહેન્દ્ર સિહ વાધેલા, અમિત ચૌધરી, રાધવજી પટેલ, કરમસી પટેલ,ધર્મેન્દ્ર સિહજાડજા, રામ સિહ પરમાર,સી કે રાઉલજી ,ભોળા ભાઇ ગોહિલ સહિતના ધારાસભ્યોએ પોલીટિકલ પેકેજને વ્હાલુ કર્યુ, જેનુ પરિણામ 2017ની વિધાનસભા ઇલેક્શનમાં જોવા મળ્યુ,, જેમાં તેઓ હારી ગચા,,
આ સમયમાં પણ શંકર સિહ વાધેલાએ સેટિંગ ગોઠવવા માટે ડો અનિલ જોશિયારાનો સંપર્ક કર્યો હતો, પણ જોશિયારા તેમનુ દાવ ઉંધો પાડ્યો અને અહેમદ પટેલ એટલે કે વફાદાર રહ્યા,,

Advertisement

જોશિયારાની આરોગ્ય પ્રધાન બનવા સુધીની રોમાંચક રહ્યુ

ખુબ સરળ નિખાલશ અને આદિવાસી સમાજ માટે પ્રજા વત્સલ તરીકે જાણીતા ડ઼ો જોશિયારાને રાજનિતિમાં લાવનાર શંકર સિહ વાધેલા હતા,, ગુજરાતમાં ભાજપની સરકાર 1995માં પ્રથમ વખત બની, જેમાં શકર સિહ વાધેલા અને કેશુભાઇ પટેલનો સિહ ફાળો હતો ત્યારે ભાજપ પટેલોના પ અને ક્ષત્રિયોના ક્ષ એટલે કે પક્ષ તરીકે ઓળખાતી,
શંકરસિહ વાધેલાએ ત્યારે ભીલોડા સિટ ઉપરથી ડો જોશિયારાને ચૂટણી લડાવ્યા, ત્યારે ભાજપને 121 બેઠકો સાથે જીત મળી, જેની સાથે ભાજપમાં મુખ્યમંત્રી પદ અને પ્રધાન પદ લઇને ભાંજગણ શરુ થઇ,અને ભાજપે કેશુભાઇ પટેલને મુખ્ય મંત્રી બનાવ્યા, જેનાથી કપડવંજના સાંસદ શંકર સિહ વાધેલા નારાજ થયા,
તેમની પ્રબળ ઇચ્છા મુખ્ય મંત્રી બનવાની હતી, તેમણે એ પ્રમાણે પ્લાનિંગ પણ કર્યુ હતુ, છતાં અટલ અને અડવાણીની જોડીએ શંકર સિહના અરમાનો ઉપર પાણી ફેરવી દીધુ હતુ, શંકર સિહ સમી સમી ગયા, પણ બોલ્યા નહી,,પણ સરકાર ને પાડવા માટે પ્લાનિંગ શરુ કરી દીધુ, પોતાના વિશ્વાસુઓ સાથે બેઠકો શરુ કરી,,
46 ધારાસભ્યો સાથે તેઓએ શંકર સિહે બળવો કર્યો જેમાં ખજુરાહો કાંડ થયો,, જેમાં અનિલ જોશિયારા પણ સામેલ હતા, જેમાં શંકર સિહ કોગ્રેસના ટેકા થી મુખ્ય પ્રધાન બન્યા, તેમની સરકારમાં અનિલ જોશિયારાને આરોગ્ય પ્રધાન પદ મળ્યુ,, તેઓ 1998 સુધી રહ્યા

કોગ્રેસ માટે જોશિયારા વિકલ્પ કોણ હોઇ શકે
આદિવાસી નેતા તરીકે ડો અનિલ જોશિયારા કોગ્રેસ પાસે એવા શસ્ત્ર હતા જેનો તોડ ભાજપ પાસે ન હતો, ભાજપે વારં વાર તેમની સામે પ્રયોગ કર્યા પણ તે અસફળ રહી,, હવે આ સીટ ખાલી થશે ત્યારે કોગ્રેસ પાસે હાલ કોઇ બીજો આદિવાસી નેતા નથી, જેથી તેમનો વિકલ્પ શોધવો અધરો બનાવાનુ છે
આમ તો અશ્વિન કોટવાલ જેવા નેતાઓ છે, ત્યારે તુષાર ચૌધરી જેવા નેતાઓ છે, પણ હાલ તો કોગ્રેસ પાસે જોશિયારાના પરિવારમાંથી કોઇને ટીકિટ આપવાની ગણતરી કરી શકે છે,, ડો અનિલ જોશિયારાની ખોટ કોગ્રેસમાં ક્યારેય પુરી નહી કરી શકાય

 

ડો અનિલ જોશિયારાના નિધન ઉપર સીએમ સહિત સમગ્ર વિધાનસભાએ શોક વ્યક્ત કર્યો
ડો અનિલ જોશિયારાના નિધન ઉપર સીએમ ભુપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો તો કોગ્રેસના તમામ આગેવાનોએ પણ શોક વ્યક્ત કર્યો,,વિધાનસભામાં પણ શોક ઠરાવ કરાયો હતો. મહત્વપુર્ણ વાત એ છે કે સીએમ ભુપેન્દ્ર પટેલના ટ્ટીટમાં ડો અનિલ જોશિયારા માટે દુખ વ્યક્ત કરાયુ, પણ જોશિયારાનુ  ફોટો મુકવામાં પણ સૌજન્યતા ન દાખવી શક્યા, સમાન્ય રીતે સીએમ જાતે ટ્ટીટ કરતા નથી, પણ સીએમઓમાં રહેલી સોશિયલ મિડીયાની ટીમ ટ્ટીટ કરતી હોય છે,,જેમની જવાબદારી હતી કે તે પ્રોપર ટ્ટીટ કરે,,જો કે રાજકિય અસંવેદના આ ટ્ટીટમાં દેખાય છે,, જેની નોધ પણ સમાન્ય જનતાએ લીધી છે,

Advertisement

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version