WhatsApp Tips and Tricks: WhatsApp એક એવું પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ માત્ર ચેટિંગ માટે જ નહીં પરંતુ વોઇસ અને વીડિયો કોલ્સ માટે પણ થાય છે. વોટ્સએપ તેના યુઝર્સને તમામ ફીચર્સની સુવિધા આપે છે, પરંતુ આ એપ સામાન્ય રીતે ઇન્ટરનેટ વિના ચાલી શકતી નથી. જો તમે વોટ્સએપ પર કોલ કરો છો, તો ઘણું ઇન્ટરનેટ વપરાય છે. આજે અમે તમને એક એવી ટ્રિક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી કલાકો સુધી વોટ્સએપ કોલ કરવા છતાં તમારો ડેટા ખતમ નહીં થાય.
WhatsApp કોલ્સમાં ખર્ચ થાય છે આટલો ડેટા
બધા વોટ્સએપ યુઝર્સ આ વાત જાણતા જ હશે કે એપથી કોલ કરવા માટે ઈન્ટરનેટ જરૂરી છે. એન્ડ્રોઇડ ઓથોરિટીના એક જૂના રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે એક WhatsApp વોઇસ કોલ દર મિનિટે લગભગ 720Kb ડેટા વાપરે છે. હવે આ રીતે જો તમે વોટ્સએપ પર લાંબો સમય વાત કરો છો તો ડેટા ઝડપથી ખાલી થઈ જાય છે. ચાલો જાણીએ કે આ ડેટા વપરાશને કેવી રીતે લિમિટ કરી શકાય છે.
WhatsAppની આ જબરદસ્ત ટ્રિક
જો તમે વિચારી રહ્યા છો કે લાંબા સમય સુધી વોટ્સએપ કોલ કર્યા પછી પણ ડેટા કેવી રીતે સેવ કરી શકાય છે, તો આ ટ્રિક તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે વોટ્સએપ પોતે આનું ધ્યાન રાખે છે અને તેથી તે એક ફીચર ઓફર કરે છે, જેનાથી કોલ કરતી વખતે તમે ડેટાને લિમિટ કરી શકો છો.
આ રીતે બચાવો ડેટા
વોટ્સએપના આ ફીચરનો ઉપયોગ કરવા માટે પહેલા તમારા iPhone અથવા Android સ્માર્ટફોનમાં WhatsApp ઓપન કરો અને પછી એપના મેઈન સેટિંગમાં જાઓ. સેટિંગ્સમાં આપેલા ‘સ્ટોરેજ અને ડેટા’ વિકલ્પ પર ક્લિક કરો અને ‘યુઝ લેસ ડેટા ફોર કોલ્સકરો’ના વિકલ્પને ચાલુ કરો. આ રીતે એક બટન દબાવીને તમે WhatsApp વોઇસ કૉલ્સમાં ખર્ચ થતા ઇન્ટરનેટની બચત કરી શકો છો.
તમને જણાવી દઈએ કે, આ ફીચરની મદદથી તમે ત્યારે જ ડેટા સેવ કરી શકશો જ્યારે તમે વોટ્સએપ પર વોઈસ કોલ કરશો. હાલમાં વોટ્સએપે વીડિયો કોલમાં ડેટા બચાવવા માટે કોઈ ફીચર બહાર પાડ્યું નથી.