રણવીર અને દીપિકાએ ભાવી બાળકોના નામ આ આક્ષરોથી રાખશે !
– દીપિકા માતા બનવી હોવાનો સંકેત આપ્યાની ચર્ચા
– રણવીર અને દીપિકા છોકરા કે છોકરીનાં અનેક નામની ચર્ચા કરતાં રહે છે
રણવીર અને દીપિકાનાં લગ્નને ત્રણ વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છે. તે પછી તેઓ માતા-પિતા ક્યારે બની રહ્યાં છે તે અંગે સતત ચર્ચા થતી રહે છે. હવે રણવીરે તે અને દીપિકા પોતાનાં ભાવિ સંતાનના નામોની અત્યારથી ચર્ચા કરી રહ્યા છે એમ જણાવ્યું છે.
રણવીરે તાજેતરમાં સ્વીકાર્યું છે કે તેણે અને દીપિકાએ પોતાનાં ભાવિ સંતાનનું નામ શું રાખવું તેની એક યાદી બનાવી દીધી છે. છોકરો આવશે તો શું નામ રાખશું અને છોકરી આવશે તો શું નામ રાખશું તેની ચર્ચા તેઓ સતત કરતાં રહે છે. રણવીરના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાય સમયથી તેને આ નામ વિશે વિચાર્યા કરવાનું વળગણ થઈ ગયું છે.
કેટલાંક નામોનો ખાસ ધ્વનિ હોય છે, કેટલાંક નામો બહુ ક્યુટ હોય છે. કેટલાંક નામ બહુ ટૂંકા હોય છે. આ બધા વિશે તે વિચાર્યા કરે છે.
રણવીરના જણાવ્યા અનુસાર પોતે કેટલાંક અજોડ નામ વિચારી રાખ્યાં છે અને તેથી તે કોઈપણ નામ પ્રગટ કરવા નથી માગતો. તે નથી ઇચ્છતો કે કોઈ આ નામ ચોરી લે. એક યાદી બનાવી છે પણ તે માત્ર દીપિકા સાથે જ શેર કરે છે.
રણવીરે પહેલીવાર આ વિશે વાત કરી છે. તેના પરથી અટકળો લગાવવામાં આવી રહી છે કે તે કદાચ દીપિકાની પ્રેગનન્સી વિશે સંકેત આપી રહ્યો છે.
વિરાટ કોહલી અને અનુષ્કા માતા-પિતા બની ચૂક્યાં છે. સોનમ કપૂર પણ ટૂંક સમયમાં માતા બનવાની છે. હવે રણવીર અને દીપીકા પણ પરિવારને વિસ્તારની દિશામાં ક્યારે આગળ વધે છે તેની તેમના ફેન્સ રાહ જોઈ રહ્યા છે.