ભુપેન્દ્ર પટેલ સરકારનો ગરબો થઇ શકે છે ઘરભેગો ! તૈયાર થઇ ગયો છે માસ્ટર પ્લાન !

ગુજરાત સરકારમાં ભુપેન્દ્ર પટેલ સરકારના નવા પ્રધાન મંડળની જલ્દી વિદાય થઇ શકે છે,,તેના માટેનો માસ્ટર પ્લાન થઇ ગયા હોવાની સભાવના વ્યક્ત થઇ રહી છે,જેના
માટે ભુપેન્દ્ર પટેલ સરકાર પાટીદારો સામેના કેસો પણ ખેચવા તૈયાર છે, હાર્દીક પટેલ સામેના કેટલાક કેસો પરત ખેચવા તૈયાર થઇ,,તો સામે ચાર રાજ્યોમાં પ્રચંડ જીતનો લાભ લેવા પણ ભાજપાએ
કોઇ અન્ય રાજનિતિક ગરબડી ના થાય તો જુનના પ્રથમ સપ્તાહમાં ચૂટણી લાવવાની તૈયારી કરી લીધી છે,
ભાજપ બાદ આપ કરશે શક્તિપ્રદર્શન
ઉત્તરપ્રદેશ, ગોવા મણીપુર અને ઉત્તરાખંડમાં ભાજપે બાજી મારી તો ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્રમોદીએ બે દિવસમાં ત્રણ રોડ શો યોજી હતી,,અને ચૂટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા, ,તો પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત થઇ છે,જે ભાજપની કેન્દ્રીય નેતાગિરી માટે ચિન્તાનો વિષય બન્યો છે,,
હવે આમ આદમી પાર્ટીનો ફોક્સ પંજાબ બાદ ગુજરાત વિધાનસભાની ચુટણી તરફ કેન્દ્રીત કર્યુ છે, એ માટે રાજ્યસભાના સાસંદ સંદીપ પાઠકને ગુજરાતની જવાબદારી સોંપાઇ છે, મહત્વની વાત એ છે કે
સંદીપ પાઠકના માર્ગદર્શનમાં પંજાબમાં આમ આદમી પાર્ટી ત્રણ ચતુર્થાંશ બેઠકો સાથે જીત મેળવી છે,, ત્યારે હવે સંદીપ પાઠક અને એમની ટીમ ગુજરાતમાં ભાજપને હરાવવા માટે માસ્ટર પ્લાન લઇને
ગુજરાત આવી રહી છે,,પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 2 એપ્રિલના રોજ અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં રોડ શો યોજશે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 2 એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યે
બાપુનગર પોલીસ સ્ટેશન પાસે ડો. બાબાસાહેબ આંબેડકર ચોકથી નિકોલ ખોડિયાર મંદિર સુધી 4
કિલોમીટરનો રોડ શો યોજાશે.અને ચૂંટણીનો શંખનાથ કરશે,
દિલ્લી અને પંજાબમાં રણનીતિકાર તરીકે સફળ જવાબદારી નિભાવનાર, IIT દિલ્લીમાં પુર્વ પ્રોફેસર તેમજ પંજાબથી રાજ્યસભામાં નોમિનેટેડ શ્રી પ્રૉ. ડૉ.સંદિપ પાઠકને ગુજરાતના પાર્ટી પ્રભારી બનવા બદલ તેમજ શ્રી @GulabMatiala સાહેબને ગુજરાત ચુંટણી પ્રભારી બનવા બદલ ખુબ ખુબ અભિનંદન અને સ્વાગત. pic.twitter.com/lFxCOgRmzk
— Gopal Italia (@Gopal_Italia) March 21, 2022
આપનો રોડ શો બાપુ નગરથી નિકોલમાં જ કેમ !
ગુજરાત વિધાનસભાની વર્ષ 2017માં યોજાયેલ ચૂંટણીમાં ભાજપની આંતરિંક ખેચતાણના પરિણામે ધારાસભ્ય જગરુપ સિહ રાજપુતની કોગ્રેસના ઉમેદવાર હિમ્મત સિહ પટેલ સામે 3100 મતે હાર થઇ હતી,
કયા નેતા હાર માટે જવાબદાર હતા તેની ફરિયાદ પણ જગરુપ સિહ રાજપુતે બીજેપી હાઇકામન્ડને લેખીતમાં કરી હતી,,મહત્વની વાત એ છેકે બાપુનગર સીટમાં એસસી,ઓબીસી, લધુમતિ,પરપ્રાન્તિયોમાં
રાજસ્થાની,દક્ષિણભારતિય, ઉત્તરભારતિય,બિહારી,પંજાબી મહારાષ્ટ્રિયન તો છે તે સિવાય નિકોલમાં સૌરાષ્ટ્રના પાટીદારો સંખ્યા મોટી છે,,જેથી તેઓ તમામ સમાજોના મતદારોને સીધો સંદેશો આપવામાં માંગે છે
પંજાબ વિધાનસભાની કાર્યવાહી જનતાને ફેસબુક અને ટીવીના માધ્યમથી લાઈવ બતાવવાનો ઐતિહાસિક નિર્ણય!
જનપ્રતિનિધિઓ વિધાનસભામાં શું કામકાજ કરે છે તે જાણવાનો હક સૌને છે પરંતુ ગુજરાતમાં ભ્રષ્ટ ભાજપ સરકારે વિધાનસભા કાર્યવાહી લાઈવ બતાવવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. ભાજપ જનતાથી શું છુપાવવા માંગે છે? pic.twitter.com/6UHnK8tMsA
— AAP Gujarat (@AAPGujarat) March 21, 2022
આપની પાદ (pad)ફોર્મ્યુલા !
આમ આદમી પાર્ટીએ જાણી જોઇને બાપુનગરમાં આંબેડકર ચોક પસંદ કર્યો છે, જેનાથી દલિત મતદારોને સંદેશ આપી શકાય, તે સિવાય નિકોલના ખોડિયાર મંદિરમા્ં જઇને પાટીદારોને સંદેશો આપવા માગે છે
તે સિવાય બાપુનગરમાં કોગ્રેસના ધારાસભ્ય હિમ્મત સિહ છે,, જેમનાથી સ્થાનિક મુસ્લિમ આગેવાનો પણ નારાજ છે, સાથે બાપુનગરમા્ં 42 હજાર મુસ્લિમ મતદારો છે, આમા કોગ્રેસ બીજેપી બન્નેના વોટ લેવા માટે
પાદીટાદાર અને દલિતોને જોડવાનો નવો ફોર્મ્યુલા આપ અપનાવી શકે છે, જેથી બીજપીને આ રણનિતિથી ડર લાગી રહ્યો છે, કારણ કે આપને જેટલુ સમય પ્રચાર પ્રસાર માટે મળશે તેટલુ નુકશાન ભાજપ થશે
આપની મફત યોજના બદલી શકે છે માહોલ
આમ આદમી પાર્ટી જે રીતે પાણી વિજળી મફત આપવાની વાત કરે છે, મહિલાઓને ટ્રાન્સપોર્ટેશન સુવિધા ફ્રી આપવાની વાત કરે છે સ્કુલોમાં સારી સુવિધા અને કરપ્શન ફ્રી સ્ટેટ બનાવવાની વાત કરે છે
તેનાથી ગુજરાતમાં ભાજપ કરતા કોગ્રેસની સીટ વધુ તુટી શકે છે, સાથે ભાજપને પણ નુકશાન થઇ થઇ શકે છે, સાથે ગુજરાતના મતદારો પણ મફત યોજના લેવા માટે આપને પસંદ કરી શકે છે,જેથી ભાજપના
ગુજરાત અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલની વિધાનસભાની 150 જીતવાનો સ્વપ્ન રોળાઇ શકે છે,પરિણામે બીજેપી જલ્દી ઇલેક્શન લાવી શકે છે,
રાજ્યસભા સાંસદ, પ્રોફેસર સંદિપ પાઠકજીની 'આમ આદમી પાર્ટી – ગુજરાત' ના પ્રભારી તરીકે નિમણુંક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. pic.twitter.com/7ckktGAuWS
— AAP Gujarat (@AAPGujarat) March 21, 2022
7 જુને આવી શકે છે ઇલેકશન !
ભાજપના નેતાઓ હવે માને છે કે જો ગુજરાતમાં ડીસેમ્બરમાં ઇલેક્શન થશે, પંજાબમાં આપને કામ કરવાનો મોકો મળશે તેના વાયદાઓને અમલી કરણ કરવાનો મોકો મળશે, જેને બતાવીને તે ગુજરાતમાં
ભાજપને આંચકો આપી શકે છે,, હાર સુધી પહોચાડી શકે છે, પરિણામે ભાજપ હવે 7 જુને ઇલેક્શન લાવે તેવી પ્રબળ સંભાવના છે, જેથી કમ સે કમ જીત માટે
ભાજપ તરફી માહોલ રહે,,અને આપને ચૂટણી પ્રચાર કરવા અને માહોલ બનાવવાનો મોકો ન મળે, જેથી મનાય છે કે ભુપેન્દ્ર પટેલ સરકારનું બજેટ સત્ર પુર્ણ થતા ની સાથે જ સમગ્ર રાજ્યમાં ઉદ્ઘાટનો શરુ થઇ જશે
સાથે એપ્રિલના અંતમાં વિધાનસભા વિસર્જીત થઇ જશે, અને ઇલેક્શનની તારીખો જાહેર થઇ જશે,, જેથી જુન 7 સુધી ઇલેક્શન આવી જશે, કારણ કે ગુજરાતમાં 15 થી 21 જુન દરમિયાન મોનસુન આવી જાય છે,,તે પહેલા નવી
સરકારનુ શપથ વિધી થઇ જશે, તેના પછી મોનસુનમાં ચૂટણી ન થાય, અને પછી સુધુ તે ડીસેમ્બરમાં જાય,
4 દિવસ, 4 જનહિતના નિર્ણયો 🔥 pic.twitter.com/lbhXXVbzlC
— AAP Gujarat (@AAPGujarat) March 21, 2022