એન્ટરટેનમેન્ટ
ફિલ્મ મેકર મણિમેંક્લાઈ ની કાલી ફિલ્મ નું પોસ્ટર લોન્ચ થતા ની સાથે જ વિવાદ
ફિલ્મ મેકર મણિમેંક્લાઈ ની કાલી ફિલ્મ નું પોસ્ટર લોન્ચ થતા ની સાથે જ વિવાદ
ફિલ્મમેકર લીના મણિમેકલાઈએ પોતાની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ‘કાલી’નું પોસ્ટર રિલીઝ કર્યું છે.જેની સાથે જ સોશિયલ મીડિયા માં ભડકો જોવા મળી રહ્યો છે
ફિલ્મ મેકર દ્વારા સોશિયલ મીડિયા માં રિલીઝ કરાયેલા પોસ્ટરમાં હિંદુઓ ની આસ્થા ની દેવી મહાકાળી માતાને સિગારેટ પીતા બતાવવામાં આવ્યા છે. 2 જુલાઈના રોજ પોસ્ટર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે ભડક્યા છે. યુઝર્સે લીનાને ટ્રોલ કરી છે એટલુંજ નહીં તેની ધરપકડ કરવા ની માગણી કરી છે.
ફિલ્મમેકરે લીના એ સો.મીડિયામાં ડોક્યુમેન્ટ્રીનું પોસ્ટર શૅર કર્યું હતું. જેને લઇ ને યુઝર્સે મેકર્સ પર ધાર્મિક લાગણીઓને દુભાવવાનો આરોપ મૂક્યો છે.
જે પોસ્ટર માં માત્ર સિગારેટ જ નહીં, LGBTQનો ઝંડો પણ વિવાદનું કારણ બન્યો છે.
વાસ્તવ માં પોસ્ટરમાં મહાકાળી માતાના એક હાથમાં ત્રિશૂળ તથા બીજા હાથમાં LGBTQ કમ્યુનિટીનો ઝંડો રાખવા માં આવ્યો છે જે પણ એક વિવાદ નું કારણ છે.
એક યુઝરે કહ્યું હતું, ‘રોજ હિંદુ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવે છે. આ લોકો આપણી ધીરજની પરીક્ષા લઈ રહ્યા છે.’ કેટલાંક યુઝર્સે સવાલ કર્યો હતો કે શું આ લોકો બીજા ધર્મના ભગવાનને પણ આ રીતે બતાવી શકે છે? યુઝર્સે હોમ મિનિસ્ટ્રીથી લઈ PMOને ટૅગ કરીને લીનાની ધરપકડ કરવાની માગણી કરી છે. અન્ય એકે કહ્યું હતું, ‘નફરત ફેલાવનારા લોકોની ધરપકડ કરવામાં આવે.’
લીનાએ ‘કાલી’નું પોસ્ટર 2 જુલાઈ, 2022ના રોજ લૉન્ચ કર્યું હતું. પોસ્ટર લૉન્ચ કરીને કહ્યું હતું કે તે ઘણાં જ ઉત્સાહી છે, કારણ કે આ ડોક્યુમેન્ટ્રી ‘કેનેડા ફિલ્મ ફેસ્ટિવલ’માં રજૂ થનાર છે .