પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું રાજભવન ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરતા રાજ્યપાલ
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન રાજભવન, ગાંધીનગર ખાતે આવી પહોંચતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે તેમનું રાજભવન ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.