ધ્યાન રાખજો, પોલીસે શરુ કરી છે ટ્રાફિક ઝુંબેશ, 1000થી લઇને 25 હજાર સુધીનો થઇ શકે દંડ
અમદાવાદ પોલીસે હેલ્મેટના 1200થી વધુ કેસ જ્યારે સીટ બેલ્ટના 2500થી વધુ કેસ કર્યા છે
15 માર્ચ સુધી ડ્રાઇવ
અમદાવાદમાં 15 માર્ચ સુધી ટ્રાફિક ઝુબેંશ ચલાવવાનો આદેશ થયો હતો પણ વડા પ્રધાન નરેન્દ્રમોદીના બે દિવસીય પ્રવાસના કારણે અદમદાવાદમાં પોલીસની ડ્રાઇવ ધીમી પડી ગઇ હતી, અને હવે ફરીથી તેમની ઝુંબેશ શરુ થઇ છે,, મહત્વની વાત છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા દરેક પોલીસ સ્ટેશનન દીઠ નિશ્ચિત ટાર્ગેટ સોપવામાં આવ્યો છે,
પરિણામે છ દિવસમાં અમદાવાદમાં હેલ્મેટ વગર 1207 વાહન ચાલકો પાસેથી 6 લાખ કરતા વધુનો દંડ વસુલાયો છે,જ્યારે સીટ બેલ્ટ વગરના 2636 કેસ કરાયો છે જેમની પાસેથી 13.19 લાખનો દંડ વસુલાયો છે,
ટાર્ગેટ પુર્ણ કરવા કડકાઇ
અમદાવાદમાં 10 દિવસના ડ્રાઇવમાં જે ટાર્ગેટ આપવામાં આવ્યો હતો તે પુર્ણ થયો નથી, જેથી હવે માત્ર બે દિવસ બાકી છે, પરિણામે પોલીસ હવે બે દિવસ દરેક ચાર રસ્તા અને નાકાઓ ઉપર ચેકીંગ કરતા દેખાઇ રહી છે
, જેથી દંડનો ટાર્ગેટ પુર્ણ કરી શકાય,જેથી નિયમોના ઉલ્લેઘ્ધન કરતા પહેલા ચેતજો,, કારણ કે તમારી ભુલ એ પોલીસને ટાર્ગેટ પુર્ણ કરવામાં મદદ કરશે, સાથે પોલીસ પણ હવે કડકાઇ થી ટાર્ગેટ પુર્ણ કરવામાં ધ્યાન કેન્દ્રિત કરશે,
પોલીસને 50થી વધુ મેમોનો અપાયો છે ટાર્ગેટ
પોલીસના આંતરિક સુત્રોની માનીએ તો હવે ચાર રસ્તા દીઠ એક પોલીસ કર્મચારીને દિવસ દરમિયાન ઓછામાં ઓછા 50 કે તેનાથી વધુ મેમો ફાડવાનો ટાર્ગેટ અપાયો છે,,પરિણામો કર્મચારીઓનુ ધ્યાન એવા લોકો ઉપર વધુ હોય છે જેઓ ટ્રાફિકના નિયમો નથી પાળતા
હેલ્મેટ નથી પહેરતા, ફોન ઉપર વાત કરતા વાહન ચલાવે છે, જેથી પોલીસ હવે નાના નાના ટ્રાફિક ગુનાઓમાં પણ દંડ વસુલે છે, પરિમાણે અનેક સ્થળે પોલીસ અને વાહન ચાલકો વચ્ચે રકજક પણ થાય છે, સાથે સમાન્ય જનતામાં પોલીસના રુક્ષ વલણને લઇને નારાજગી પણ દેખાય છે,
નવા નિયમો પ્રમાણે ટ્રાફિકના લગતા ગુનાઓમાં દંડની જોગવાઇ ભારેખમ છે,
ટ્રાકિફના ગુના દંડ રુપિયામાં
સીટ બેલ્ટ 1000
ટુ વ્હીલર પર બે થી વધુ સવારી 1000
હેલ્મેટ નહી પહેરવા પર 1000
ઇમર્જનસી વાહનોને રસ્તો ન આપવો 10000
લાયસંસ વિના ડ્રાયવિંગ 5000
લાયસંસ રદ્દ હોય તો ડ્રાયવિંગ બદલ 10000
ઓવર સ્પીડ 2000
જોખમી ડ્રાયવિંગ 5000
ડ્રીંક એન્ડ ડ્રાયવિંગ 10000
વિના પરમીટ વાહન ચલાવવુ 10000
ઇન્શ્યોરંસ વિના વાહન ચલાવવુ 2000
નાબાલિગ વાહન ચલાવવુ 25000