ગુજરાતમાં શિક્ષણને લઇને અંધેર નગરી !
ગુજરાત સરકાર ને ઉત્સવોમાં રસ છે, શિક્ષકોની ભરતીમાં નહી !
રાજ્યની સરકારી અને ગ્રાન્ડેટ સ્કૂલોમાં 28 હજારથી વધુ શિક્ષકોની ભરતીમાં સરકારને કેમ વાંધો છે
નંબર વન ગુજરાતના પોલ ખોલતા આકડાઓ,,
ગ્રાન્ટેડ આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજોમાં અધ્યાપક-આચાર્યની 2310 જગ્યા ખાલી
ગુજરાત વિધાનસભાના આકડાઓ સરકારની દાનત શિક્ષણને લઇને કેવી રીતે ખોરી છે તે દેખાડે છે,
વિવિધ ધારાસભ્યોએ રાજ્યમાં શિક્ષણની સ્થિતિને લઇને જ્યારે સવાલો કર્યા છે, જેમાં સરકારે જે આકડાઓ આપ્યા છે, તે સરકારની બેશરમી દેખાડે છે
સરકારે માન્યુ છે કે સરકારી પ્રાથમિક સ્કૂલોમાં 16,318 શિક્ષકોની અને 1028 આચાર્યની જગ્યા ખાલી છે. તે સિવાય સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં માધ્યમિક શિક્ષકોની 730 અને
ઉચ્ચતર માધ્યમિક શિક્ષકની 756 જગ્યા ખાલી છે. સાથે ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં 774 શિક્ષકની, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં માધ્યમિક શિક્ષકની 2547 અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકની 3498 જગ્યા ખાલી છે.
જ્યારે 1775 આચાર્યની જગ્યા ખાલી છે. રાજ્યમાં સરકારી, ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકો અને આચાર્યની મળીને કુલ 28,212 જગ્યા ખાલી છે.
સરકાર માનતી હશે ત્રણ જિલ્લાઓમાં યુવાનોને અભ્યાસની જરુર નથી !
મહીસાગર, વડોદરા-મોરબી જિલ્લામાં આર્ટ્સ, કોમર્સ-સાયન્સની એકેય કોલેજ નહીં
આ ઉપરાંત રાજ્યના મહીસાગર, વડોદરા અને મોરબી જિલ્લામાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સની એકપણ સરકારી કોલેજ ન હોવાનો પણ સ્વીકાર કર્યો છે.
રાજ્યમાં 105 સરકારી, કોલેજોમાં ક્લાસ-1ની 16, ક્લાસ-2ની 522, ક્લાસ-3ની 320, ક્લાસ-4ની 220 મળીને કુલ 1078 જગ્યા ખાલી છે.
આચાર્ય અને અધ્યાપકોની જગ્યા ભરવામાં સરકાર નિષ્ફળ !
રાજ્યમાં 285 ગ્રાન્ટેડ આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજો આવેલી છે. આ કોલેજોમાં આચાર્યની 133, અધ્યાપકની 2177, પીટીઆઈની 167, ગ્રંથપાલની 224, ક્લાસ-3ની 1851, ક્લાસ-4ની 2351
જગ્યાઓ ખાલી છે. ગ્રાન્ટેડ કોલેજોમાં આચાર્ય, અધ્યાપક, પીટીઆઈ, ગ્રંથપાલ અને ક્લાસ-3 અને 4ની 4,552 જગ્યાઓ ખાલી છે. આચાર્યની 206 ભરાયેલની સામે 133 ખાલી, પીટીઆઈની 170 ભરાયેલની
સામે 167 ખાલી, ગ્રંથપાલની ભરાયેલ 110ની સામે 224, ક્લાસ-3ની ભરાયેલ 966ની સામે 1851 ખાલી અને ક્લાસ-4ની 832 ભરાયેલની સામે 2351 જગ્યાઓ ખાલી છે. આમ ભરાયેલ જગ્યાઓ કરતાં
બે ગણી જગ્યાઓ ખાલી છે. ડાંગ જિલ્લામાં એક પણ ગ્રાન્ટેડ આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજ આવેલી નથી.