ગાંધીનગરના ઝુંડાલ ગામના રબારી પરિવારની કારને સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે અકસ્માત નડ્યો હતો એ દરમ્યાન કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી. જેમાં પરિવારના ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા અને બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આ અકસ્માતમાં એક જ પરિવારના કનુ દેસાઈ, વિશાલ દેસાઈ અને દર્શન દેસાઈએ જીવ ગુમાવ્યો છે, જ્યારે બે વ્યક્તિનો આબાદ બચાવ થયો છે.