અમદાવાદ
એર ઇન્ડિયાએ કહ્યુ નમસ્તે,, તો ભડક્યા ટુર ઓપરેટર્સ !
એર ઇન્ડિયાએ કહ્યુ નમસ્તે,, તો ભડક્યા ટુર ઓપરેટર્સ !
એર ઇન્ડિયાએ ઇન્ટરનેશલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન-IATAની માન્ય ટ્રાવેલ એજન્સીઓને એર ટિકિટો ઈસ્યુ કરવા મનાઇ ફરમાવતા ટુર એન્ડ ટ્રાવેલ્સ એજન્ટો નારાજ થયા છે, , એર ઇન્ડિયાના આ નિર્યણનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. ગુજરાતમાં
પણ ટૂર-ઓપરેટરો અને એજન્સીઓએ મંગળવારે રાજ્યનાં મોટાં શહેરોમાં આવેલી એર ઇન્ડિયાની ઓફિસે જઇ આવેદનપત્ર આપીને વિરોધ વ્યક્ત કરી રજૂઆત કરી છે
રાજ્યમાં એર ઇન્ડિયાની ઓફિસે જઈને વિરોધ કરતી રજૂઆત કરાઈ
ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા-ટાફીના ગુજરાતના ચેરમેન મનીષ શર્માની માનીએ તો અન્ય દેશની એરલાઈન્સનું ભારતીય ટ્રાવેલ એજન્સીઓ બુકિંગ કરી શકે છે, પણ
એર ઈન્ડિયાનું બુકિંગ ભારતની જ ટ્રાવેલ એજન્સી ન કરી શકે અને અન્ય દેશની ટ્રાવેલ એજન્સી એનું બુકિંગ કરી શકે એ યોગ્ય ન કહેવાય . દેશની ટ્રાવેલ ઈન્ડ્રસ્ટ્રીઝ માટે આ મોટું આઘાત છે, તેમનુ બેવડુ વલસ છે
, એર ઈન્ડિયા સતત તેની મનસૂફીથી બેફામ ભાડા વધારા કરી દે છે, સાથે તે ઓપરેટર્સના અધિકારો સાથે ચેડા કરી રહી છે,,જેને ચલાવી ન લેવાય
આવેદન આપતા ટુર ઓપરેટર્સ
ટાફીનો એર ઇન્ડિયા પર પલટવાર
ટાફીનો આરોપ છે કે હાલમાં એર ઇન્ડિયા મનફાવે તેવા ભાવ લઇ રહી છે, કેનેડાની વન-વે ટિકિટના પહેલાં રૂપિયા 50 હજાર કિંમત થતી હતી, એ વધીને એર ઇન્ડિયા રૂપિયા દોઢથી પોણા બે લાખ કરી દીધુ છે,
. એ જ રીતે અમેરિકાની રૂ 70 હજારમાં પડતી રિટર્ન ટિકિટ હાલમાં બે લાખથી અઢી લાખમાં, ઓસ્ટ્રેલિયાની રૂ.80 હજારમાં મળતી રિટર્ન ટિકિટ હાલમાં પોણા ત્રણ લાખ રુપિયામાં એર ઇન્ડિયા વસુલી રહી છે,
. એર ઇન્ડિયા પોતે જ ટિકિટ મોંઘી વેચીને બીજા પર આક્ષેપ લગાવે એ વાજબી નથી. એરલાઇન્સ જ મોંધી ટિકિટ આપે તો પ્રવાસીઓને એ મોંઘી જ પડે ને
, એનાથી ઊલટું હાલમાં એતિહાદ, એમિરેટ્સ અને એર ફ્રાન્સ જેવી એરલાઇન્સ એર ઇન્ડિયા કરતાં
રૂ. 50 હજાર ઓછા ભાવે આ દેશોની એર ટિકિટ વેચે છે.
વિરોધ કરતા ઓપરેટર્સ
એસોસિયેશનનો વળતો પ્રહાર
એર ઇન્ડિયાએ પોતે લેવાયેલા નિર્ણય અંગે જણાવાયું છે કે એજન્ટો નિર્ધારિત ભાવ કરતાં ઊંચા ભાવે ટિકિટ વેચતા હતા અને ટ્રાવેલ એજન્ટો નિર્ધારિત ભાવે બ્લોક ટિકિટ ખરીદી લેતા હતા
અને પછી ટિકિટો ચાર ગણા ભાવે વેચતા હતા. અમે પ્રવાસીઓને ટિકિટો મોંઘી ના પડે એ માટે ડાયરેક્ટ ઓનલાઈન ટિકિટ બુક કરવાનું પગલું લીધું છે.
આ તમામ માહિતી, જેનો જવાબ આપતાં એસોસિયેશને પલટવાર કર્યો છે, તેમની માનીએ તો એર ઈન્ડિયાએ માન્ય IATA ટ્રાવેલ એજન્ટો પર પાયાવિહીન આક્ષેપ કર્યો છે,
છેલ્લાં બે વર્ષથી એર ઈન્ડિયા પોતે જ ટિકિટોના ભાવ બેફામ વધારીને ભારતીય વિધાર્થીઓ અને પ્રવાસીઓને સરેઆમ લૂંટી રહ્યું છે. ટ્રાવેલ એજન્ટો પાસે ભાવ વધારવા માટે કોઈ સ્કોપ જ નથી
અને ટ્રાવેલ એજન્ટ માટે તો એનો ગ્રાહક એ જ એની મૂડી છે. એર ઈન્ડિયાના ભ્રષ્ટાચારી સ્ટાફની મિલીભગત વગર ટ્રાવેલ એજન્ટ માટે બ્લોક બુકિંગ શક્ય જ નથી