ગાંધીનગર

અમદાવાદ શહેર લિવેબલ અને લવેબલ શહેર બન્યુ છે .મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Published

on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. ૨૩૯ કરોડના અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યા

રૂ.૧૦૩ કરોડના ખર્ચે નિર્મિત ઓવર-બ્રિજ અને રૂ. ૧૭ કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું

રૂ. ૧૧૯ કરોડના ૪ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત કર્યા જેમાં, રૂ. ૫૫ કરોડના હાઉસિંગ પ્રોજેક્ટ, રૂ.૫૩ કરોડના સુએજ પ્રોજેક્ટ, રૂ. ૭ કરોડના વોટર ડિસ્ટ્રીબ્યૂશન પ્રોજેક્ટ અને રૂ. ૪ કરોડના મલ્ટીપર્પઝ હોલ પ્રોજેક્ટનો સમાવેશ

• વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિ કરવાની દિશા આપી, તેમના માર્ગદર્શનમાં ગુજરાતનો ઉત્તરોતર વિકાસ થઈ રહ્યો છે

• અમદાવાદ શહેર લિવેબલ અને લવેબલ શહેર બન્યુ છે.

Advertisement

• ગુજરાત વિકાસના રાહે દેશનું ગ્રોથ એન્જિન
ગુજરાત સરકાર રાજ્યના નાગરીકો માટે શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા ક્ષેત્રે પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે કટિબદ્ધ
———–

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિ કરવાની દિશા આપી છે અને તેમના માર્ગદર્શનમાં ગુજરાતનો ઉત્તરોતર વિકાસ થઈ રહ્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. ૨૩૯ કરોડના અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પ્રસંગે શહેરીજનોને સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે તેમણે કહ્યું કે, વિકાસના રાહે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. ગુજરાત ઘણા બધા ક્ષેત્રોમાં નંબર વન પર છે. ગુજરાતના નાગરિકોને પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. અમદાવાદ લિવેબલ અને લવેબલ શહેર બન્યું છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારનો એકસરખી ગતિથી વિકાસ થઇ રહ્યો છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ -સૌનો વિકાસ ,સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આગળ વધવા માટે સતત પ્રોત્સાહન આપ્યું છે. કોઇપણ નાત-જાત અને ધર્મના નાગરિકો પણ વિકાસની કેડી પર સતત આગળ વધે તેવા કાર્યો અને પ્રયાસો સતત હાથ ધરવામાં આવી રહ્યા છે.

Advertisement

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વ મા કેન્દ્ર સરકારના સુશાસનના આઠ વર્ષ પૂર્ણ થયા છે. ગુજરાતને તો વડાપ્રધાન શ્રીનો નેતૃત્વનો લાભ ૨૦ વર્ષથી મળી રહ્યો છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે કોવિડની મહામારીમાથી ભારત દેશને મુક્ત કરાવવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આગવી પહેલ સ્વરૂપે દેશના નાગરિકોને ફ્રી રસી આપવાનું વચન પૂર્ણ કર્યું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ઘરના ઘરની કિંમત જેમની પાસે ઘર ના હોય અથવા નાના કે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને સુપેરે ખ્યાલ હોય છે એવા લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરમાં ઘરના ઘરનું સપનું સાકાર થયું છે. મહાનગરપાલિકા દ્વારા આ મકાનોમાં લાઈટ, પાણી, ગેસ જેવી તમામ પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદીજીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર રાજ્યના નાગરીકો માટે શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા ક્ષેત્રે પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે હરહંમેશ કટિબદ્ધ છે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી એ ઉમેર્યું હતું કે ગુજરાતમાં આજે શિક્ષણ ક્ષેત્રે સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો ૩૮% થી ઘટીને ૩% સુધી આવી ગયો છે. રાજ્યના વિદ્યાર્થીઓને હવે મેડિકલ અને એન્જીનીયરીંગ માટે બહારના રાજ્યોમાં અભ્યાસ અર્થે જવાની જરૂર રહી નથી.
કોરોનાકાળમાં નાગરિકો માટે મફત રસીકરણ ઉપલબ્ધ કરાવીને મહામારીમાં પણ સરકાર નાગરિકોની પડખે ઉભી રહી. તદુપરાંત બજેટમાં ૬૦ વર્ષથી વધુની ઉંમરના વડીલો માટે ઘરે બેઠા બીમારીઓના ટેસ્ટ અને રિઝલ્ટ ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત, ટેલિમેડીસીન, ડાયાબિટીસ જેવી બીમારીઓની ફ્રી દવાઓ, ૧૨ વર્ષ સુધીના બાળકો માટે મોટી બીમારીઓના મફત ઓપરેશન વગેરે જેવી આરોગ્ય સુવિધાઓ સરકાર આજે નાગરિકોને પુરી પાડી રહી છે.
સરકાર ઔદ્યોગિક વિકાસ અને રોજગારી સર્જન માટે સતત પ્રયત્નશીલ રહી છે. આજે સરકાર કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવીને નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે સતત કાર્યશીલ છે.

આ પ્રસંગે અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રી કિરીટકુમાર પરમારે પ્રાસંગિક પ્રવચનમા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ સમગ્ર દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. ત્યારે આવી પડેલા કોરોના જેવા કપરા સમયમાં પણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિકાસની ગતિ અટકી નથી અને સતત અમદાવાદ શહેરના નાગરિકોની જનસુખાકારી માટે વિકાસના કામો હાથ ધરીને રૂ.૨૩૯ કરોડાના વિવિધ પ્રકલ્પોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે.અમદાવાદના સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકા સતત કાર્યરત છે એમ મેયર શ્રી એ ભારપૂર્વક જણાવ્યું હતું.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપભાઇ પરમારે પ્રાસંગિક ઉદબોધનમા જણાવ્યું હતું કે : ” દેશ અને રાજ્ય વિકાસની કેડી પર અવિરતપણે આગળ વધી રહ્યો છે ત્યારે ગુજરાતના કરોડો નાગરિકો માટે સુશાસન એ નિકાસનો પર્યાય સાબિત થયો છે.ગુજરાતે હંમેશા છેવાડાના માનવીની ચિંતા કરી છે. આત્મનિર્ભર ભારત થકી આત્મનિર્ભર ગુજરાત બને તેવા સતત પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે.

Advertisement

આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર લોચન શહેરા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપભાઇ પરમાર,મેયર કિરીટભાઈ પરમાર, અમદાવાદ (પૂર્વ) સાંસદ હસમુખભાઈ પટેલ,ધારાસભ્ય બલરામ થાવાણી, પ્રદિપસિંહ જાડેજા, સુરેશભાઈ, શંભુજી, મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, દંડક સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન , વિવિધ ઈન્ડસ્ટ્રીઝ એશોસિયેશન હોદેદારો,સંતો-મહંતો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version